Monday, October 3, 2016

આઈ કાર્ડ..બાલીન્ટા .

પરીક્ષા કોની ?

પરીક્ષા કોના માટે ?

કોણ ખુશ થશે?
વિદ્યાર્થી ?
સમાજ?
શિક્ષક?

પરીક્ષાથી કોને ફાયદો?

સરકારને?
સમાજને?
વિદ્યાર્થીને?
શિક્ષકને?

બધા મળીને વિચારવા જેવું નથી લાગતું?

Thursday, November 17, 2011

બાળવાર્તા

 બિરબલનો પુસ્તક પ્રેમ



ઘણા સમય પહેલાંની વાત છે. દિલ્હીના બાદશાહ અકબરનો જન્મદિવસ નજદીક આવતો ગયો તેમ તેમ રાજ્યમાં ખુશીની લહેરો દોડવા લાગી હતી. હા, બાદશાહ અકબરના જન્મદિવસે રાજ્યભરના નાગરિકોને અન્નદાન, વસ્ત્રદાન આપવામાં આવતું હતું. આથી નગરજનો આ આનંદના અવસરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
        પરંતુ બાદશાહ અક્બરના રત્નસમાન ચતુર બિરબલના મનોજગતમાં કંઈક જુદી જ યોજના આકાર લેવા લાગી. હા, આ વખતે જો બાદશાહ અકબરના જન્મદિવસે અન્નદાન, વસ્ત્રદાનના બદલે આજીવન કામમાં લાગે એવા ઉપયોગી-કિંમતી પુસ્તકો જો તેઓને ભેટ આપવામાં આવે તો ? બસ, આવો ઉમદા, શ્રેષ્ઠ વિચાર આવતાં જ ચતુર, જ્ઞાની બિરબલ તુરત બાદશાહ પાસે પહોંચી ગયા અને તેમણે આ ઉમદા વિચાર તેઓની સમક્ષ રજૂ કર્યા. આ સાંભળી જ્ઞાની બાદશાહ પણ ખુશ થઈ ઉઠ્યા. હા, અન્નદાન, વસ્ત્રદાન તો ક્ષણિક જ ટકી રહે છે. જ્યારે જ્ઞાનદાન, પુસ્તકદાન તો આજીવન ટકી રહે છે હોં ? આવો શ્રેષ્ઠ વિચાર આવતાં જ બાદશાહ અક્બર પીઠ થાબડતાં બોલી ઊઠયા, બિરબલ, શ્રેષ્ઠ વિચારનો અમલ અને તેની કાર્યવાહી તારે જ કરવાની છે. બીજું, દેશભરમાંથી જ્ઞાનવર્ધક તેમજ જુદી જુદી ભાષાનાં પુસ્તકો મેળવી તેનું આપણા રાજ્યમાં પ્રદર્શન યોજી યોગ્ય વ્યક્તિને યોગ્ય પુસ્તક તારે તેમને ભેટ આપવાનાં રહેશે. બરોબર ? આ સાંભળી બિરબલના આનંદનો કોઈ પાર ન રહ્યો. અને પછી બીજા જ દિવસથી બિરબલે દેશભરમાંથી પ્રસિધ્ધ થતાં સારા સારા ઉત્તમ લેખકોનાં પુસ્તકોની યાદી બનાવવાની શરૂ કરી દીધી.
        દેશ-વિદેશના લોકો દિલ્હીના દરબારમાં તેમનાં કિંમતી, અલભ્ય, પુસ્તકોની યાદીઓ લઈને ઊતરી પડ્યા. હા, આ વખતે બાદશાહની વિચારસરણી કંઈક જુદી જ હતી. તેમના રાજ્યમાં જ્ઞાનવર્ધક કાર્યો થઈ રહ્યાં હતાં. બિરબલે તેમજ તેની ચુનંદી ટીમે દરેક વિષયનાં અને જુદી જુદી ભાષાનાં ઉત્તમ લેખકોનાં પુસ્તકોની યાદી બનાવવાની શરૂ કરી દીધી.
                બાદશાહ અકબરનો શુભ જન્મદિન આવી પહોંચ્યો. રાજ્યમાં ચહલ-પહલ વ્યાપી ગઈ. આવી જ્ઞાનવર્ધક ઉજવણી તો ક્યારેય નહોતી થઈ, હોં. આથી નગરજનોમાં પણ જોમ, ઉત્સાહ પૂર્ણપણે વ્યાપી ગયો હતો. રાજ્યના ટાઉનહૉલમાં આધુનિક ઢબે જ્ઞાનવર્ધક પુસ્તકોનું પ્રથમ પુસ્તકપ્રદર્શન રાખવામાં આવ્યું. પુસ્તકોને પણ ખૂબ જ સુંદર રીતે ગોઠવવામાં આવ્યાં હતાં. લેખક, વિષય પ્રમાણે કલાત્મક ગોઠવણી કરવામાં આવી હતી. પુષ્પો વચ્ચે વચ્ચે ગોઠવવામાં આવ્યાં હતાં. આસોપાલવના તોરણો, ફૂલોથી ટાઉનહૉલને સંપૂર્ણપણે શણગારવામાં આવ્યો હતો. બરોબર સવારના નવના ટકોરે બાદશાહ અક્બરે પુસ્તકપ્રદર્શન અને ભેટનું ઉદ્દઘાટન કર્યું. તે સાથે જ તાળીઓના ગડગડાટથી ત્યાંનું વાતાવરણ ગુંજી ઊઠયું.
        બાદમાં બાદશાહ અક્બર સાથે બિરબલ, પ્રજાજનો, નાગરિકો, પુસ્તક-પ્રેમીઓ વગેરે પુસ્તકો નિહાળવાનો અલભ્ય લાભ લેવા લાગ્યા. આહ...?  પુસ્તકો પણ કેવાં ? જ્ઞાનવર્ધક તેમજ દરેક આબાલ-વૃધ્ધ સૌ કોઈ માટેનાં વિવિધ વિષયો જેવાં કે બાળકો માટેનું રંગીન બાલસાહિત્ય, તો યુવાનો માટે રમત-ગમત, જનરલ નૉલેજનાં પુસ્તકો તેમજ વ્યાવસાયિક, શૈક્ષણિક પુસ્તકો હતાં. તો વૃધ્ધો માટેનું ધાર્મિક સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતું.
        આવું સુંદર મઝાનું આયોજન કરવા બદલ નગરજનો બાદશાહ અક્બરને ધન્યવાદ આપવા લાગ્યા. આ સાંભળી બાદશાહ અકબર બોલી ઊઠયા, અરે નગરજનો, ધન્યવાદ મને નહીં હોં. નગરજનો આભા બનીને બિરબલને તેમજ બાદશાહ અકબરને જોઈ રહ્યા, હોં. આ બન્ને મહાનુભાવો નગરજનોની ચિંતા, ખેવનાના વિચારો કર્યા કરતા હોય છે, હોં.
        બાદમાં પુસ્તકપ્રેમીઓને બાદશાહ અક્બર તરફથી પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં. આ જોઈ નગરજનો હર્ષથી ઝૂમી ઊઠયા. હા, ખરેખર આ વખતે બાદશાહ અકબરનો જન્મદિવસ પુસ્તક-ભેટથી ઉજવવામાં આવ્યો.


                                                   લેખક: શૈલેષ કે. રાયચુરા

બાળ બોધ



નાના બાળકોને ઘરમાં અને નિશાળમાં રમાડવા અને ભણાવવા માટે દાયકાઓથી વપરાતી આવેલી કાવ્યપંક્તિઓનો આ સંગ્રહ આજે પણ એટલો જ ઉપયોગી છેઃ



ઓળી ઝોળી પીંપળ પાન
ફઈએ પાડ્યું કાનજી નામ

બા  ચા  પા
ના ભા મધ ખા
ચાનો ચટાકો
પેટ બગાડે
મધમીઠો ભઈલો
પાડાને પછાડે

ચાંદાપોળી
ઘીમાં ઝબોળી
સૌ  છોકરાંને  કટકો પોળી
મારી બેનીને આખી પોળી
લેજે મોઢામાં
હબૂક પોળી

રાધે ગોવિંદ રાધે
શીરા પૂરી ખાજે
શીરાને તો વાર છે
પૂરી તો તૈયાર છે
એક પૂરી કાચી રહી
ભાઈની માસી ભૂખી રહી

અડકો કડકો
દહીંનો દડકો
દહીં દૂઝાણું
તારે ઘેર ભાણું
ઉરમૂલ ધતુરાનું ફૂલ
સાકર શેરડી ને
ખાઈ જા ખજૂર

પાપા પગલી  મામાની ડગલી
મામાની ડગલી હીરાની ઢગલી
હીરા ઊછળિયા આભલે અડિયા
આભલે  અડિયા તારા  બનિયા

ચકી ચોખા ખાંડે છે
પીતાંબર પગલાં પાડે છે
બાઈ બાઈ તમારા હાથ ક્યાં ગયાં
આ.... રહ્યાં

ચકી ચોખા ખાંડે છે
પીતાંબર પગલાં પાડે છે
મોર પાણી ભરે છે
ઢેલ પાણી ઢોળે છે
રાજિયો, ભોજિયો
ટેલિયો ને ટૂશકો
માર ભડાકે ભૂસકો

કૂકડો બોલે
કૂકડે કૂક.. કૂકડે કૂક
ખેતરે જાઉં
દાણાં ખાઉં
પાણી પીઉં
ફરરર.. કરતો
ઊડી જાઉં

મોસાળ જાઉં
મોસંબી ખાઉં
શહેર જાઉં
સીતાફળ ખાઉં
શિયાળામાં જામફળ ખાઉં
ઉનાળામાં તડબૂચ ખાઉં
ચોમાસામાં જાંબું ખાઉં
ખૂબ ફળ ખાઉં
તાજોમાજો થાઉં
સૌને આપી હું હરખાઉઁ



એન ઘેન
દીવા ઘેન
ડાહીનો ઘોડો
પાણી પીતો
રમતો જમતો
છૂટ્યો.....છે
હાથમાં લાકડી
કમળ કાકડી
જ્યાં દોડાય ત્યાં દોડજે
એકને પકડી લાવજે
ડાહીનો ઘોડો
રમતો જમતો છૂટ્યો....છે

લડી પડ્યાં રે ભાઈ
લડી પડ્યાં
ચાંદો-સૂરજ લડી પડ્યાં
રમતાં રમતાં લડી પડ્યાં
હસી પડ્યાં રે ભાઈ
હસી પડ્યાં
રડતાં રડતાં હસી પડ્યાં

ફરફર ફરતું પતંગિયું
લીલું પીળું પતંગિયું
ચડતું પડતું પતંગિયું
મૂંગું ભમતું પતંગિયું
હસતું રમતું પતંગિયું

ઝબૂક  વીજળી ઝબૂક
ડુંગર  ઉપર   દોડતી
ઝાડ પાન ઝબકાવતી
દુનિયાને અજવાળતી
ઝબૂક  વીજળી ઝબૂક

કહેવતો


# મને ગમતી કેટલીક કહેવતો, અલગ-અલગ સ્રોતોમાંથી:
* કોણે કહ્યું હતું કે,’ બેટા, બાવળિયે ચડજો?’
[ મૂર્ખ છોકરો બાવળિયે ચડી જાય છે અને તેને કાંટા વાગે છે ત્યારે તે 'બાપા, બાપા' કહી બૂમ પાડે છે અને તેનો બાપ આ પ્રમાણે વાક્ય બોલે છે. ]
* દુકાળમાં અધિક માસ.
[ગરીબ અથવા કમનશીબ માણસને દુ:ખો જ આવી પડે અથવા હાનિ જ થાય.]
* ગાંડી માથે બેડું.
[કદાચ સહીસલામત ઘેર આવે પણ ખરું અને રસ્તામાં ફોડી પણ નાખે. એટલેકે ઠેકાણા વગરની વાત.
સમાનાર્થી કહેવતો: અબી બોલા અબી ફોક. ગાડાનું પૈડું ફરે તેમ બોલીને ફરે.]
* અધૂરો ઘડો છલકાય.
[સમાનાર્થી કહેવતો: ભરમ ભારી અને ખિસ્સાં ખાલી. તમાચો રાખીને મો લાલ રાખવું.]
* સંગ તેવો રંગ.
[સમાનાર્થી કહેવતો: વાન ન આવે પણ સાન આવે.]
* અડધા પાપડ માટે નાત જમાડવી.
* બે વસ્તુઓ નબળાઇ બતાવે છે : બોલવું ઉચિત હોય તે સમયે ચૂપ રહેવું અને મૌન ઉચિત હોય તે સમયે બોલવું. [ફારસી કહેવત]

કેટલીક વિદેશી કહેવતો


જો તમે નાણા ઉધાર આપો છો તો કાં તો નાણા ગુમાવો છો અથવા નવો શત્રુ મેળવો છો.
–  આલ્બેનીયા  –
તમે જે નિહાળો છો તેમાંથી અડધું જ સાચું માનો, અને જે સાંભળો છો તેમાંથી કશુંય સાચું ન માનો.
–  ક્યુબા –
ગરીબી દરવાજે આવે છે ત્યારે પ્રેમ બારીમાંથી ભાગી જાય છે.
– ઇંગ્લેન્ડ –
જે રસ્તો સૌથી વધું ઘસાયેલો હશે એ સૌથી વધુ સલામત હશે.
– ચેકોસ્લોવાકીયા –
અવારનવાર માણસને પોતાનુ દુર્ભાગ્ય એ જ રસ્તે મળી જાય છે જે રસ્તો જેણે દુર્ભાગ્યથી પીછો છોડાવવા
પસંદ કર્યો હોય છે.
–  ફ્રાન્સ –
જ્યારે પૈસો બોલે છે ત્યારે સત્ય ચૂપ થઇ જાય છે.
–  રશિયા  –
જે પુસ્તક ક્યારેય વાંચવા માટે ખોલવામાં નથી આવતું એ માત્ર કાગળનો ઢગલો જ હોય છે.
–  પોલેન્ડ  –
ધીરજ આનંદની ચાવી છે. અને ઉતાવળ શોકની ચાવી છે.
–  આર્બેનીયા  –
સંપતિ જેટલા સુખો આપે છે. તેથી વધુ એ વસૂલ કરે છે.
– ચીન –

Monday, October 3, 2011

થોડું (વિ)જ્ઞાન

આપણે આપણા મગજ નો ફક્ત ૧૦% ઉપયોગ કરી શકીએ છીએ. –ખોટી વાત.
કોણે કીધું ? બોલીવુડ ના મુવી માં ? કોઈ વિજ્ઞાનીકે ? કે પછી મુવી માં કીધું કે વિજ્ઞાનીકો એ કીધું !
આપણું શરીર વરસો ના ફેરફારો પછી ઘડાયેલું છે, કુદરત કાળક્રમે શરીર ને જેની જરૂર ના હોય તે અંગ નાનું કરી નાખે અને શરીર માં થી કાઢી નાખે છે.(નવી પેઢી  હંમેશા વધુ સ્માર્ટ હોવાનું આ પણ એક કારણ, શરીરરૂપે જ નહિ પરંતુ બુદ્ધિરૂપે પણ) તો જો મગજ ની ફક્ત ૧૦% જ જરૂર હોય તો મગજ નું  ૯૦% વધારાનું વજન શરીર ની માથે રાખવાનું કાઈ કારણ ?