Monday, October 3, 2011

થોડું (વિ)જ્ઞાન

આપણે આપણા મગજ નો ફક્ત ૧૦% ઉપયોગ કરી શકીએ છીએ. –ખોટી વાત.
કોણે કીધું ? બોલીવુડ ના મુવી માં ? કોઈ વિજ્ઞાનીકે ? કે પછી મુવી માં કીધું કે વિજ્ઞાનીકો એ કીધું !
આપણું શરીર વરસો ના ફેરફારો પછી ઘડાયેલું છે, કુદરત કાળક્રમે શરીર ને જેની જરૂર ના હોય તે અંગ નાનું કરી નાખે અને શરીર માં થી કાઢી નાખે છે.(નવી પેઢી  હંમેશા વધુ સ્માર્ટ હોવાનું આ પણ એક કારણ, શરીરરૂપે જ નહિ પરંતુ બુદ્ધિરૂપે પણ) તો જો મગજ ની ફક્ત ૧૦% જ જરૂર હોય તો મગજ નું  ૯૦% વધારાનું વજન શરીર ની માથે રાખવાનું કાઈ કારણ ?

રમત

ટામેટૂં

ટામેટૂં
બાળકો, આજે એક મઝાની રમત બતાવું. કદાચ તમે તે રમતા પણ હશો.
આ રમતને ટામેટું કહેવાય છે. તેમાં બધા બાળકો કુંડાળામાં બેસે અથવા ઉભા રહે. એક બાળક વચ્ચે બેસે કે ઉભું રહે. હવે વચ્ચે ઉભેલું બાળક વારા ફરતી, એક એક પછી એક બાળકને સવાલ પૂછે. જેને સવાલ પૂછાય તેણે જવાબમાં માત્ર”ટામેટું” એમ બોલવાનું. આ જવાબ સાંભળી વચ્ચે ઉભેલા બાળકે હસવાનું નહીં. જો ટામેટું ને બદલે બીજો કોઇ જવાબ આપે તો તે આઉટ ગણાય. તેણે કુંડાળામાંથી ઉભા થઇ બહાર નીકળી જવાનું. જેના જવાબથી વચ્ચે ઉભેલું બાળક હસી પડે તો તેણે કુંડાળામાં બીજા બાળકો સાથે ગોઠવાઇ જવાનું અને જેના જવાબથી આ બાળક હસ્યું હોય તે બાળકે વચ્ચે આવી જઇ સવાલો પૂછવાના. આ રમત ખૂબ મઝાની છે. મોટાઓ પણ આ રમત ખૂબ આનંદથી માણે છે.
ઉદાહરણરૂપ થોડા સવાલો
સવાલ-તારા પપ્પાનું નામ શું છે???
જવાબ-ટામેટું
સવાલ-વરસાદમાં આપણે માથા પર શું પહેરીએ છીએ???
જવાબ-ટામેટું
જો જવાબમાં કોઇ ટોપી એમ બોલી દે તો તે આઉટ ગણાય.

સિંહની પરોણાગત


સિંહની પરોણાગત

રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યું મીઠાં વેણ મારે ઘેર પધારો રાણા રાખો મારું ક્હેણ હાડ ચામડાં બહુ બહુ ચૂંથ્યાં ચાખોજી મધ મીઠું નોતરું દેવા ખોળું તમને આજે મુખડું દીઠું રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ ઘર આ મારું જમો સુખેથી મધની લૂમેલૂમ ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમે બૂમ મધપુડાનું વન હતું એ નહીં માખીનો પાર બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર આંખે મોઢે જીભે હોઠે ડંખ ઘણેરા લાગ્યા ખાધો બાપ રે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળ્યા’તા આફત ટાળી મોટી –રમણલાલ સોની

!!!…Maths Magic…!!!

!!!…Maths Magic…!!!


૧. સૌ પ્રથમ તમારા મોબાઈલનો છેલ્લો નંબર લખો. ( ધારોકે છેલ્લો નંબર…૪ )
૨. છેલ્લા નંબરને ૨ વડે ગુણો. ( ૪ ગુણ્યા ૨ = ૮ થયા )
૩. જે જવાબ આવ્યો તેમાં ૫ ઉમેરો. ( ૮ + ૫ = ૧૩ થયા )
૪. જે જવાબ આવ્યો તેને ૫૦ વડે ગુણો. ( ૧૩ ગુણ્યા ૫૦ = ૬૫૦ થયા )
૫. જે જવાબ આવ્યો તેમાં તમારી ઉંમર ઉમેરો.( ૬૫૦ + ધારોકે ૩૦ ઉંમર = ૬૮૦ થયા)
૬. જે જવાબ આવ્યો તેમાં ૩૬૫ ઉમેરો. ( ૬૮૦ + ૩૬૫ = ૧૦૪૫ થયા )
૭. જે જવાબ આવ્યો તેમાંથી ૬૧૫ બાદ કરો.(૧૦૪૫-૬૧૫=પરિણામનું અવલોકન કરો.)
પરંતુ અભિપ્રાય આપવાનું ભુલશો નહિ.

!…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

!…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!


સવારની શાળામાં શિક્ષકો વઢે,
સાંજની શાળામાં મમ્મી-પપ્પા વઢે…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!
મારી બબ્બે પાળીની શાળા,
વડીલોની તો ઍકજ પાળીની શાળા…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!
સવારે મમ્મી લાલુ-ટીનુ કહી ઉઠાડે,
શાળામાં શિક્ષકો કહે ગ…ગ…ડો…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!
સવારની શાળામાં દ..દફતરનો દ..બોલું,
મમ્મી-પપ્પા બોલે ડ..ડૉકટરનો ડ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!
સવારની શાળામાં ઈ..ઈ..ઈસ્કુલનો ઈ,
મમ્મી-પપ્પા બોલે ઈ..ઈજનેરનો ઈ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!
સવારની શાળામાં ચાલે ચાર લીટી,
લેશન આપે ચાલીસ લીટીનું…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!
સવારે શાળામાં,બપોરે ટયુશનમાં,
સાંજની શાળામાં મમ્મી કરે લેશન…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!
ભગવાન તમારી માફક આપો ચાર હાથ,
ચાર વિષયનું લેશન થાય એક સાથ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!
કિશોર કહે તું શું કામ લે ટેન્શન,
પછી હું પકડું ટી.વી.નું સ્ટેશન…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

દીકરી એટલે

દીકરી એટલે GIRL Means…………….!

G………..God………..,

I…………In…………..,

R………..Real…………,

L…………Love………..!


“ ભગવાન પણ જેને ચાહે છે તે દીકરી.”